અમારી સાથે જાહેરાત માટે સંપર્ક કરો : 09825646519, info@karnavatiinfo.com

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.  |   મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.   |   જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.

અમદાવાદ શહેરના તહેવાર વિષે માહિતી


તહેવાર તહેવાર વિષે
ઈદ ઉલ જુહા (બકરી ઈદ) ઈદ ઉલ જુહા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે.
ઈદ ઉલ ફિત્ર ઈસ્લામ ધર્મમાં પવિત્ર રમજાનના સંપૂર્ણ માસ રોજા અર્થાત ઉપવાસ રાખ્યા પછી નવા ચાંદને જોવાના અવસરે ઈદ-ઉલ-ફિતરનો તહેવાર મનાવવામાં આવે છે. આ રોજા પૂરાં થવાના તહેવારના રૂપમાં પણ લોકપ્રિય છે. આ તહેવાર રમજાનના અંતમાં મનાવવામાં આવે છે.
કચ્છ મહોત્સવ -
ગણતંત્ર દિન પ્રજાસત્તાક દિન,ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.
ગુડ ફ્રાઈડે બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખ્રિસ્તી ધર્મનું ખાસ નિશાન છે.
ગુરુનાનક જયંતી ગુરુનાનક જયંતીઃ શીખ સંપ્રદાયના પ્રથમ ગુરુ ગુરુનાનક સાહેબની જન્મજયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે.
તરણેતર મેલા સૌરાષ્ટ્રમાં ઋતુ પ્રમાણે ઘણા મેળાઓ યોજાય છે જેવાકે માધવપુરનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, કાલાવડ રણુજાનો મેળો, દાણીધારનો મેળો વગેરે. જેમાં ઋષિપંચમીના દિવસે ભરાતો તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમ્રૂધ્ધ લોકસંસ્ક્રૂતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક માત્ર સ્થાન છે. આમ બધી જગ્યાએ યોજતા મેળા પોતાની એક આગવી છાપ ધરાવે છે. તરણેતરનો મેળો ત્રીજ,ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમા ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મ્રૂત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે. અને આ દિવસેજ ત્રિનેશ્ર્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. આ સૌરાષ્ટ્રની સમ્રૂધ્ધ લોકસંસ્ક્રૂતિ છે. જેને આ તરણેતરનાં મેળાએ હજુ સુધી સાચવીને રાખી છે.
દશેરા દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.
દીપાવલી દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ,નો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે.
નવરાત્રી નવરાત્રી એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે. સંસ્કૃતમાં નવારાત્રી - નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નાતાલ નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે
ન્યુ યર -
પતંગ મહોત્સવ ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાન્તિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે. આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે. ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.
બુદ્ધ પૂર્ણિમા -
બૈસાખી -
મહાત્મા ગાંધી જયંતી ૨ ઓક્ટોબર ૧૮૬૯ એ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેથી આ દિવસ મહાત્મા ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે.
મહાવીર જયંતી -
મહાશિવરાત્રી શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
મોઢેરા નૃત્ય મહોત્સવ -
રથ યાત્રા ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
રામ નવમી ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.
સ્વતંત્રતા દિવસ ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે.
હોળી હોળી, જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
1